ભરૂચ: પોલીસ વિભાગ દ્વારા સતત ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન

ભરૂચ પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી અંતર્ગત શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવ દિવસ સુધી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

New Update

નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી

પોલીસ વિભાગ દ્વારા આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર યોજાશે ગરબા મહોત્સવ

પુરજોશમાં તૈયારીઓ શરૂ

13 મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા આયોજન

ભરૂચ પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી અંતર્ગત શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવ દિવસ સુધી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
ભરૂચ જિલ્લા પોલીસે નવલા નોરતામાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત અને સલામતી સાથે નિઃસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે ત્રીજા વર્ષે પણ સેન્ટર ઓફ સિટીમાં ગરબાનું આયોજન કર્યું છે. લગભગ એક દશક બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સાર્વજનિક ગરબા મહોત્સવની રમઝટ જામશે. સેફ એન્ડ સિક્યોર નવરાત્રીના વિઝન સાથે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે જિલ્લા પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા પાંચબત્તી શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ પરિવાર સહિત નગરજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા કરવામાં આવેલ આ પહેલથી હંમેશા પ્રજાની રક્ષા માટે ખડેપગે તૈનાત રહેતી પોલીસ અને પ્રજા બંને મનમૂકીની માતાજીના ગરબે ઘૂમી આરાધના કરી શકશે.પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના 13 જેટલા મહિલા અધિકારીઓ ગરબા આયોજન માટે મહેનત કરી રહ્યા છે.
Latest Stories