-
સાપુતારા ઘાટ માર્ગમાં સર્જાયો ગોઝારો અકસ્માત
-
વહેલી સવારે ખાનગી બસ ખીણમાં ખાબકી
-
બસમાં સવાર પાંચ યાત્રાળુઓના કરૂણ મોત
-
45 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા
-
ચારધામની યાત્રા પરથી પરત ફરી રહ્યા હતા યાત્રીઓ
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતો, નાસિકથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી,સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 5 યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 45 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે.
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતો, નાસીકથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી,જેમાં 5 લોકોના મોત થયા છે.જ્યારે 45 લોકો ઘાયલ થયા છે. સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.આ બસમાં 50 લોકો સવાર હતા.
ઘટનામાં ઈજા પામનાર 45 મુસાફરને શામગહાન સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. જેમાંથી ગંભીર રીતે ઇજા પામનાર લોકોને આહવા તેમજ સુરત રીફર કરવામાં આવ્યા છે.અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું છે.
જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશ જિલ્લાના ગુના, શીવપુરી અને અશોકનગરના રહેવાસી યાત્રાળુઓ ખાનગી બસમાં ચારધામની યાત્રા કરીને પરત ફરી રહ્યા હતા.બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા બસનો બુકડો બોલી ગયો હતો.