નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે ડેમની જળ સપાટી 132 મીટરને પાર કરી ગઈ છે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે.નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 132.46 મીટરની સપાટી પર પહોંચ્યો છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 2.92 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે પાણીની જાવક હાલ 57 હજાર ક્યુસેક નોંધાઈ છે. ડેમ 70% ભરાયો છે ત્યારે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 7 મીટર દૂર છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.નર્મદા ડેમમાંથી ૯૦ હજાર ક્યુસેકથી અઢી લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી શકે છે જેના પગલે નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે