નર્મદા : ગુજરાતમાં મેઘમહેર સાથે ઉપરવાસમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકા ભરાયો

ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે નર્મદા ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. ગત 24કલાકમાં ડેમની સપાટીમાં 10 સેમીનો વધારો થયો...

New Update
  • નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો

  • ઉપરવાસમાંથી થઇ રહી છે પાણીની આવક

  • ડેમની જળસપાટી 135.58 મીટર સુધી પહોંચી

  • પાવર હાઉસમાંથી 3,55,180 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત

  • ભરૂચ,વડોદરા,નર્મદા જિલ્લાના નદી કિનારના ગામો એલર્ટ 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે,રાજ્યમાં મેઘમહેર અને ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા ડેમની જળસપાટી 135.58 મીટરે પહોંચી છે.

 ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો છેજેના પરિણામે જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના 82 ડેમ 100 ટકાથી વધુ ભરાઈ ગયા છેજ્યારે 113 ડેમ હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને 68 ડેમ 70 થી 100 ટકાની વચ્ચે ભરાયા છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે નર્મદા ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. ગત 24કલાકમાં ડેમની સપાટીમાં 10 સેમીનો વધારો થયો છે. હાલમાં ડેમની જળસપાટી 135.58 મીટર પર પહોંચી છેજે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની નજીક છે. હાલ ડેમમાં 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

પાણીનું લેવલ જાળવી રાખવા માટે ડેમના પાવર હાઉસમાંથી 3,55,180 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે.આ વર્ષમાં ત્રીજી વખત ડેમના 15 દરવાજા 2.45 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચવડોદરા અને નર્મદા જિલ્લાના નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

Latest Stories