Connect Gujarat
ગુજરાત

સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપાણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ, ઢોલ શરણાઈ સાથે અભિયાનનું કરવામાં આવ્યુ સ્વાગત

સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને કેસર આંબાની કલમો આપવામાં આવી હતી

X

સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને કેસર આંબાની કલમો આપવામાં આવી હતી

પ્રધાનમંત્રીનરેન્દ્રભાઇની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પ્રકૃતિ રક્ષણના મહાઅભિયાન તરીકે 11 લાખ વૃક્ષોનું ખેડૂતોને વિતરણ બીજા તબક્કામાં પહોંચ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સુત્રાપાડા તાલુકાથી પ્રારંભ કરી નોંધણી કરાવેલ ખેડૂતોને કેસર આંબાની કલમો આપવામાં આવી હતી. ખેરા, ભૂવાટીંબી, પીપળવા, ભુવાવાડા, રંગપુર, ગાંગેથા ગામોમાં ઢોલ-શરણાઈ, પુષ્પવર્ષા, ઓર્કેસ્ટ્રા, અને ફટાકડા સાથે સોમનાથના વૃક્ષ વિતરણ અભિયાનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગામોમાં ખેડૂતોને આપવામાં આવેલ આંબાની કલમ માત્ર વૃક્ષ નહિ પણ સોમનાથનો પ્રસાદ સમજી ખેડૂતોએ મસ્તક પર ચડાવ્યા હતા.ગામેગામ સોમનાથ ટ્રસ્ટનો વૃક્ષારોપણ પ્રકલ્પ પોતાના ગામમાં આવી રહ્યો છે તેવી ખબર મળતાની સાથે લોકો એકઠા થઈને સોમનાથ ટ્રસ્ટ પરિવારનું ભાવભર્યું સ્વાગત કરી રહ્યા હતા. કન્યાઓ દ્વારા વૃક્ષારોપણ રથને કુમકુમ તિલક કરીને અક્ષત વડે વધાવવામાં આવતો, પુષ્પ વર્ષા કરવામાં આવતી હતી. ઉત્સાહમાં આવીને યુવાનો અને બાળકો ફટાકડા ફોડીને સોમનાથ ટ્રસ્ટના રથનું સ્વાગત કરતા હતા. કોઈક ગામે ઢોલ શરણાઈ તો બીજા ગામે આખા ઓરકેસ્ટ્રા સાથે સોમનાથના વૃક્ષારોપણ અભિયાન નું સ્વાગત કરવામાં આવ્યું હતું.ઉલ્લેનીય છે કે ગત વર્ષે ગીર-ગઢડા તેમજ તાલાલા તાલુકામાં ૯૫,૦૦૦થી વધુ વૃક્ષોનું વિતરણ ખેડુતોને કરવામાં આવ્યું હતું. આ 2 તાલુકા સિવાયના ઉના, કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ તાલુકામાં જે વૃક્ષોનું વિતરણ બાકી છે તે તમામ તાલુકામાં બીજા તબક્કામાં આંબાના રોપાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જે સમગ્ર જિલ્લામાં અવિરત કાર્યરત રહેશે.

Next Story