Connect Gujarat
ગુજરાત

સોમનાથ ટ્રસ્ટનું સેવાકાર્ય : આંગણવાડીના 10 હજાર બાળકોને 2500 કિલો કેરીઓનું વિતરણ કરાયું...

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી,

X

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી, ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન સાથે બાળકોમાં કુપોષણ દૂર કરવાના અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો હતો.

શ્રી સોમનાથ મહાદેવને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિની સાથે સમાજિક જવાબદારીમાં મોખરે રેહનાર હોય. જેથી ટ્રસ્ટ દ્વારા આમ્ર મનોરથની કેરીઓ આંગણવાડીના ભૂલકાઓને પોષણક્ષમ આહાર અને મહાદેવનો આશીર્વાદ સ્વરૂપે મળે તેવા શુભ આશયથી આ કેરીઓનું વિતરણ ICDSના માધ્યમે આંગણવાડીઓમાં કર્યું હતું. ICDS એટલે કે, જિલ્લાના "સંકલિત બાળ વિકાસ સેવાઓ" વિભાગ સાથે સંકલન કરીને વેરાવળ ઘટકની 324 આંગણવાડીના 10 હજારથી વધુ બાળકો સુધી સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે કેસર કેરી પહોંચાડવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ICDS શાખાના અધિકારીઓની દ્વારા રૂબરૂ આંગણવાડીઓમાં જઈને કેરીનો પ્રસાદ ભૂલકાઓને આપવામાં આવ્યો હતો. આંગણવાડી કાર્યકર બેહનોએ વ્યવસ્થિત સુધારીને પ્રસાદની કેરીઓ ડિશમાં બાળકોને આરોગવા માટે આપવામાં આવી હતી, ત્યારે નાના ભૂલકાઓ ફળોનો રાજા ગણાતી કેસર કેરીનો સ્વાદ માનવામાં મુગ્ધ થયા હતા. કેરી ખાતા બાળકોની આંખોમાં નિર્દોષ આનંદ અને પ્રસાદ આપનાર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ સાચા અર્થમાં બાળકમાં ભગવાનનો વાસ છે. તે વાક્યની સાક્ષાત અનુભૂતિ કરાવી રહ્યો હતો.

Next Story