Connect Gujarat
ગુજરાત

મધદરિયે મળ્યું મોત, વાંચો એડનના અખાતમાં કેમ ફસાઇ ગયું વિશાળ જહાજ

મધદરિયે મળ્યું મોત, વાંચો એડનના અખાતમાં કેમ ફસાઇ ગયું વિશાળ જહાજ
X

ભાવનગર જિલ્લાના જહાજવાડા ખાતે આવી રહેલાં કાર્ગો જહાજ થોર્ન -1 એડનના અખાતમાંથી પસાર થઇ રહયું હતું તે વેળા યાંત્રિક ખામી સર્જાતા જહાજ બંધ પડી ગયું હતું. આખરે ટગ બોટની મદદથી જહાજને જીબુતી બંદરે લંગારવામાં આવ્યું છે. જહાજમાં સવાર એક ક્રુ મેમ્બરનું બિમારીના કારણે અવસાન થયું છે.

અલંગના જહાજવાડા ખાતે અનેક જહાજો તોડાવા માટે આવતાં હોય છે. હાલ થોર્ન - 1 નામનું કાર્ગો જહાજ તેની અંતિમ સફરના ભાગરૂપે અલંગ આવવા માટે રવાના થયાં હતાં. આ જહાજ ગલ્ફ ઓફ એડનમાંથી પસાર થતી વખતે એન્જીન અને જનરેટરમાં ખામી સર્જાતા જહાજ બંધ પડી ગયું હતું. જહાજ દરિયાના મોજાની સાથે હાલકડોલક થવા લાગ્યું હતું. જહાજની અંદર અંધારપટ છવાઇ જતાં જહાજમાં સવાર 11 ક્રુ મેમ્બરમાં દોડધામ મચી ગઇ હતી.


દરમિયાન જહાજ પર ઉપસ્થિત 11 ક્રુ મેમ્બરો પૈકી યુક્રેનના એક ક્રુ મેમ્બરનું સેરેબલ થ્રોમ્બોસીસની બિમારીના કારણે અવસાન થયુ હતુ. બાકીના ક્રુ મેમ્બરોને જહાજ પર ટકવું મુશ્કેલ બની ગયું છે. જહાજ તરફથી મદદની માંગણી કરવામાં આવતાં જહાજને ટગ બોટની જીબુતી બંદરે લાવવામાં આવ્યું હતું. આ જહાજનું નામ અને ફ્લેગ જુન-2021માં બદલાવવામાં આવ્યા છે. અને અલંગમાં ભંગાવા માટે મોકલવામાં આવી રહ્યું છે.

Next Story