/connect-gujarat/media/post_banners/11b111f53b8a1295ca6bfb71d18e0410963b761ef60c9997084909a1fd068553.jpg)
આજથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્રસમા અંબાજીના ધામમાં વહેલી સવારથી જ માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં જગતજનનીના ધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ છે. આજથી 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો અને પગપાળા સંઘ માઁ અંબાના દર્શનાર્થે અંબાજી આવી રહ્યા છે, ત્યારે આજે અંબાજીમાં ભાદરવી-પૂનમના મેળા નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે માતાજીના રથને અંબાજીના સિંહ દ્વારથી પ્રસ્થાન કરાવી મેળાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે મહામેળાના શુભારંભે જિલ્લા પોલીસવડા અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, ગુજરાતભરમાંથી 25 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ આવવાની વહીવટી તંત્રને આશા છે, ત્યારે શ્રદ્ધાળુઓને આવકારવા તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષિતા માટે વહીવટી તંત્રે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે.