New Update
સેલવાસમાં રખડતા ઢોરનો ત્રાસ
રસ્તા વચ્ચે અડિંગઓ જમાવીને બેસતા ઢોર
સર્જાય રહ્યા છે માર્ગ અકસ્માત
પાલિકાને રજુઆત બાદ પણ પરિણામ શૂન્ય
અકસ્માતના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ
સેલવાસ નગરપાલિકા વિસ્તારોમાં વિવિધ સ્થળોએ રખડતા ઢોર જોવા મળી રહયા છે, રખડતા ઢોર રસ્તા ઉપર કબજો જમાવીને બેસી જતા ટ્રાફિક જામની સાથે માર્ગ અકસ્માતની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે.
સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર રાહદારીઓ માટે મુશ્કેલરૂપ બની રહયા છે,જાણવા મળ્યા મુજબ રિંગ રોડ પર એક સપ્તાહ પહેલા થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તથા નરોલી રોડ કસ્તુરી પાસે બી.એમ.ડબ્લ્યૂ કાર અને ગાયને અકસ્માત થતા ગાયનું મૃત્યુ થયું હતું.
જ્યારે નરોલીમાં બે ગાયના અકસ્માતના કારણે મૃત્યુ થયા હતા.નરોલીના રાજકીય અગ્રણી યોગેશ સોલંકીએ આ મુદ્દે પ્રશાસનને વિનંતી કરી હતી કે રખડતા ઢોર જો માલિકીના હોય તો માલિક ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે.
ખરાબ રસ્તા અને રખડતાં ઢોરને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ હાલ પણ પરિસ્થિતિ જેમની તેમ જ છે.નગર પાલિકાના કાઉન્સેલર સુમન પટેલે પણ રખડતા ઢોરને પકડવા માટે કાર્યવાહી કરવા માટે કલેક્ટરને આવેદન આપ્યું હતું પરંતુ આ દિશામાં કોઈ પગલાં લેવામાં આવ્યા હોય એવી જાણકારી બહાર આવી નથી.
રખડતા ઢોર કે જે રસ્તા વચ્ચે અડિંગો જમાવીને બેઠા છે તેના કારણે એક ટુ વ્હીલર ચાલકને અકસ્માત નડે છે,ગાય સાથે ટુ વ્હીલર ચાલક અથડાતા રોડ પર ધસડાયને પડે છે.જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે,રખડતા ઢોર ને પરિણામે સર્જાતા અકસ્માત અને નિર્દોષ વ્યક્તિઓના જીવને જોખમરૂપ બનતી ઘટનાઓથી પણ તંત્ર કંઈક બોધપાઠ લે એ જરૂરી છે.
Latest Stories