સોમનાથ : સોમનાથ મહાદેવ ખાતે ધ્વજારોહણ માટે લાગી સિસ્ટમ, સરળતાથી શિખરે ચઢશે ધ્વજા

સોમનાથ : સોમનાથ મહાદેવ ખાતે ધ્વજારોહણ માટે લાગી સિસ્ટમ, સરળતાથી શિખરે ચઢશે ધ્વજા
New Update

સૌરાષ્ટ્ર અને દેશના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે મહાદેવના મંદિર ખાતે ધ્વજારોહણ માટે નવી સીસ્ટમ લગાડવામાં આવી છે. નવી સીસ્ટમ મારફતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે સહપરિવાર ધ્વજાઅવરોહણ કર્યું હતું.....

દેશમાં પ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ આદિ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના 151 ફૂટ ઉંચા ગગનચુંબી શિખર પર 52 ગજની ધ્વજા આજથી ભાવિકો સ્વહસ્તે ચડાવી શકે તેવી સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે. ઘ્‍વજા ચડાવવાની નવી વ્યવસ્થાના દાતા ખોડલધામ સંસ્‍થાના અધ્યક્ષ નરેશ પટેલ છે. તેમણે જ આજે સહપરિવાર સોમનાથ ખાતે આવી નવી વ્યવસ્થાનો શુભારંભ કરાવી તેમના સ્વહસ્તે પ્રથમ ઘ્‍વજારોહણ કર્યું હતું. ખોડલઘામ મંદિર ખાતે ઘ્‍વજા ચડાવવા માટેની કાર્યરત સિસ્ટમ સોમનાથ મંદિર ખાતે ફીટ કરી કાર્યરત કરાવી આપવા ખોડલઘામના અઘ્‍યક્ષ નરેશ પટેલએ ઇચ્‍છા વ્‍યક્ત કરી હતી. જેને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આવકારી સંમતિ આપી હતી. ત્રણેક માસ અગાઉ સોમનાથ મંદિર ખાતે સિસ્ટમ ફીટ કરવા માટે સર્વે થયો હતો. બાદમાં સિસ્ટમ ફીટ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. ટેસ્ટીંગ સહિતની કાર્યવાહી સરળતાપુર્વક પુર્ણ થતાં સોમવારના રોજથી નવી સીસ્ટમને કાર્યરત કરી દેવામાં આવી છે.

#Somnath #Somnath Mahadev #flag hoisting #LordShiva #greensignal
Here are a few more articles:
Read the Next Article