Connect Gujarat
ગુજરાત

મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવ મંદિર સતત 42 ક્લાક ખુલ્લુ રહેશે, અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે

પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે મહા શિવરાત્રિના પર્વને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

X

પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે મહા શિવરાત્રિના પર્વને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી સોમનાથ મહાદેવ મંદિર સતત 42 કલાક સુધી ખુલ્લુ રહેશ

પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના દિવસે શિવભક્તોનો માનવ મહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા પહોંચશે. જેને લઈ મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સતત 42 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનુ વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યુ છે. દર્શનાર્થીઓએ સરકારની ગાઈડ લાઈનના ચૂસ્ત પાલન સાથે દર્શન કરવાના રહેશે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી દેશ-વિદેશના ભક્તો ઘરબેઠા મહાદેવના દર્શનનો લાભ લઈ શકશે.
તા.1 ને મંગળવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ચાર થી લઈ સતત 42 કલાક ભક્તજનો માટે ખુલ્લુ રહેશે. ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે. સોમનાથના માર્ગો શિવભક્તોનાં "જય સોમનાથ"ના નાદથી ગુંજી ઉઠશે. દર્શનાર્થીઓએ સરકારની ગાઇડ લાઈનના ચૂસ્ત પાલન સાથે દર્શન કરવાના રહેશે અને મહાશિવરાત્રિ મહોત્સવ- 2022ને લક્ષ્યમાં લઈ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ, વિવિધ પૂજાવિધિ નોંધાવી તેમજ ગંગાજળ અભિષેક કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Next Story