બનાસકાંઠા : વીજ કરંટ લાગતાં માતા-પિતા સહિત પુત્રનું મોત, ધરાધરા ગામમાં શોકનો માહોલ...

બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી શોકનો માહોલ

New Update
  • વાવ તાલુકાના ધરાધરા ગામમાં વીજ કરંટની ઘટના

  • એક જ પરિવારના 3 લોકોને વીજ કરંટ લાગતાં મોત

  • માતા-પિતા અને પુત્રનું વીજ કરંટ લાગતા કરૂણ મોત

  • એક જ પરિવારના 3 સભ્યોના મોતથી શોકનો માહોલ

  • અકસ્માતે મોત નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામમાં વીજ કરંટ લાગતાં માતા-પિતા અને પુત્રનું કરૂણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો.

હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છેત્યારે કોઈપણ ઈલેક્ટ્રિક ઉપકરણોને હાથ અડાડતા પહેલા થોડું સાવધ રહેવાની જરૂર પડે છે. આ દરમિયાન બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છેજ્યાં ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યાં છે.

માતા-પિતા અને પુત્ર ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતાજ્યાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાઅને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ત્રણેય મૃતદેહને વાવ ખાતેની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories