રાજ્યની વાહન વ્યવહાર કચેરી ઉંઘતી ઝડપાય, સરકારની તિજોરીને ટેમ્પરરી ફીનું લાખોનું નુકશાન થયુ હોવાના આક્ષેપ

૨૦૨૧માં સુધારા મુજબ રાજ્યની વાહન વ્યવહાર કચેરીમાં રજિસ્ટર થતાં વાહનોમાં ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફી માં વધારો કરી કુલ રજિસ્ટ્રેશન ફીની અડધી લેવાનું ઠરાવેલ છે

New Update
રાજ્યની વાહન વ્યવહાર કચેરી ઉંઘતી ઝડપાય, સરકારની તિજોરીને ટેમ્પરરી ફીનું લાખોનું નુકશાન થયુ હોવાના આક્ષેપ

૨૦૨૧માં સુધારા મુજબ રાજ્યની વાહન વ્યવહાર કચેરીમાં રજિસ્ટર થતાં વાહનોમાં ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફી માં વધારો કરી કુલ રજિસ્ટ્રેશન ફીની અડધી લેવાનું ઠરાવેલ છે પરંતુ સોફ્ટવેરમાં આ મુજબનો સુધારો કરવામાં ન આવતા આ બાબતની ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવી છે

Advertisment

૨૦૨૧માં સુધારા મુજબ રાજ્યની વાહન વ્યવહાર કચેરીમાં રજિસ્ટર થતાં વાહનોમાં ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફી માં વધારો કરી કુલ રજિસ્ટ્રેશન ફીની અડધી લેવાનું ઠરાવેલ છે પરંતુ સોફ્ટવેરમાં આ મુજબનો સુધારો કરવામાં આવ્યો નથી. વાહન વ્યવહાર કચેરીએ એજન્સીને આપેલા કોન્ટ્રાક્ટમાં કર્મચારીની ભૂલના કારણે 2021 બાદ કાર ખરીદનારા લોકો અને ડીલરોને મોટી મુંઝવણ ઊભી થઇ છે. ટેમ્પરરી ફીના વધારાનો સુધારો સોફ્ટવેરમાં થયો જ ન હતો ત્યારે વાહન વ્યવહાર વિભાગે તાજેતર માં એક પરિપત્ર કરી જૂની ફી વસુલ કરવા તમામ આરટીઓ ને આદેશ કરાયો છે જેના કારણે સરકારની તિજોરીને મોટુ નુકશાન પહોંચ્યું છે આ બાબતે અરજદાર અને નિવૃત્ત આર.ટી.ઓ.અજય શાહ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી લાખો રૂપિયાની સરકારી આવક બાબતે થયેલ નુકશાન અંગે વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ સામે તપાસ કરવા માંગ કરવામાં આવી છે

Advertisment