-
સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય
-
વ્યારા ખાતે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ યોજી રેલી
-
સરકારના નિર્ણયનો વિદ્યાર્થીનીઓ દ્વારા નોંધાવાયો વિરોધ
-
વિરોધ વેળા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની હાજરી
-
સરકાર નિર્ણય પાછો નહીં ખેંચે તો ઉગ્ર આંદોલનની ચીમકી
તાપી જિલ્લાના વ્યારા ખાતે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ દ્વારા રેલી યોજી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો.
તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ખાનગી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જે રેલીમાં વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગી આગેવાનો જોડાયા હતા. સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે. જેના વિરોધમાં વિદ્યાર્થીનીઓએ દ્વારા રેલી યોજી સેવાસદન ખાતે જઈ ધારણા પ્રદર્શન બાદ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરાય હતી.
જો સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય પાછો નહિ ખેંચાય તો આગામી તા. 26 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પરિવાર સાથે જશે, અને રજૂઆત કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત નર્મદા ખાતે આવેલ બીરસા મુંડા યુનિવર્સિટીમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ભરતી પ્રક્રિયામાં બેઠક અનામત નહીં રાખવાની જાહેરાત સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.