ખેડા જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી…

દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે ખેડા જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ અવિરત કાર્યરત રહેવા અને બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહેવા પ્રતિજ્ઞા લીધી હતી.

a
New Update

દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે ખેડા જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ અવિરત કાર્યરત રહેવા અને બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહેવા પ્રતિજ્ઞા લીધી હતી.

નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન બનવા સુધીની 23 વર્ષની વિકાસ યાત્રાની સફળાતાની વાતને સામાન્ય માણસ સુધી પહોંચાડવા તથા ભારતના વિકાસ માટે કટિબદ્ધ થવા રાજ્યભરમાં તા. 7થી 15 ઓક્ટોબર 2024 સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લાની તમામ શાળાઓમાં વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત ભારતના વિકાસ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જેમાંગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ પોરડા-ફાગવેલભારતી વિનય મંદિર ચકલાસીસેન્ટ મેરી સ્કૂલ નડિયાદસેન્ટ મેરી હાયર સેકન્ડરી સ્કૂલ નડિયાદસંત અન્ના હાઇસ્કુલ નડિયાદન્યુ ઈંગ્લીશ સ્કૂલ ફોર ગર્લ્સ નડિયાદબાસુદીવાલા સ્કૂલ નડિયાદશ્રી સરસ્વતી વિદ્યા મંદિર સુરાસામળસરદાર પટેલ વિનય મંદિર મહોળેલમનહર વિદ્યાલય વલેટવાજ્યોતિ હાઈસ્કુલ વડોલશાહ એમ.ડી.હાઈસ્કુલ જહેરશ્રી આર.પી.પટેલ એન્ડ સન્સ હાઈસ્કૂલ ડાકોરસંસ્કાર વિદ્યાલય નડિયાદ સહિતની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારત વિકાસ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

#Gujarat #Students #teachers #Kheda #schools
Here are a few more articles:
Read the Next Article