પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોચતા તેની સીધી અસર હવે આમ જનતાને થઇ રહી છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા હવે દૂધ પણ મોંધુ થયું છે. સુરતમાં સુમુલ ડેરીએ પ્રતિ લીટર ૨ રૂપિયાનો દુધમાં વધારો કર્યો છે જે ૨૦ જુનથી અમલી થશે.
એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ મોંઘવારી આસમાને પહોચી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોચતા તેની સીધી અસર હવે આમ જનતાને થઇ રહી છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા હવે દૂધ પણ મોંધુ થયું છે. સુમુલ ડેરીએ પ્રતિ લીટર ૨ રૂપિયાનો દુધમાં વધારો કર્યો છે આ ભાવ વધારો ૨૦ જુનથી અમલી થશે. સુમુલ ડેરીના ડીરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, બજારમાં જે દૂધ વેચાઈ રહ્યું છે તેમાં ૨૦મી જુનથી ૧ લીટરે ૨ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. આ વધારો લગભગ ૧૮ મહિના પછી કરવામાં આવ્યો છે. અને આ વધારો કરવાનું મુખ્ય કારણ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા ટ્રાન્સપોર્ટશન ખુબ મોંધુ થયું છે. બીજી તરફ પશુપાલકોને દાણના ભાવ પણ મોંધા થયા છે જેથી આ દુધના ભાવમાં વધારો થયો છે.