સુરત-નવસારીમાં “તારાજી” : માંગરોળના વાંકલ અને નવસારીના બીલીમોરામાં SDRFની ટીમે કર્યું 51 લોકોનું રેસક્યું

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે  SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા.

New Update

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ અને નવસારી જિલ્લાના બીલીમોરામાં ભારે વરસાદના કારણે જળબંબાકારમાં ફસાયેલા 51 લોકોનું SDRFની ટીમ દ્વારા રેસક્યું કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે  SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા. વાંકલ ગામથી પસાર થતી ભુખી નદીના કિનારે બોરીયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં ઘુંટણસમા પાણી ભરાયા હતા. જેના કારણે SDRFની ટીમ દ્વારા 10 મહિલાઓ9 પુરુષો તથા 2 બાળકો મળી 21 લોકો તથા પશુઓને રેસક્યું કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

તો બીજી તરફનવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતા અસરગ્રસ્ત વિસ્તારના 30 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા. કાવેરી નદીમાં જળસ્તર વધતા  દેસરા રામજી મંદિરકુંભારવાડની આસપાસ રહેતા નાગરીકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. બીલીમોરા નગરપાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના સહયોગથી 30 લોકોને દેસરા સ્કૂલ ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.

Latest Stories