/connect-gujarat/media/post_banners/73920d134e622cda8f2c497c4fd6afc3ead24d354bf51fd3ccb41c824f84bb59.jpg)
સુરતમાં આજથી કાપડ માર્કેટના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.હવે કાપડ માર્કેટ સવારે 9.30થી રાતે 8 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
જેમ જેમ કોરોના ના કેસો ઘટી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવતા ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના દ્વારા ૨૬ જૂન શનિવારથી કાપડ માર્કેટોનો સમય સવારે 9:30થી રાત્રે ૮ વાગ્યા સુધી ખૂલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કાપડના જથ્થાથી અવરજવર ચાલુ રહેશે. મનપા દ્વારા માર્કેટના તમામ કર્મચારીઓ માટે વેક્સિન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે જ્યારે અન્ય રાજ્યોમાં હાલ લોકડાઉન હોવાથી વેપાર કોઈ વધારો નહીં થશે આવું કાપડ વેપારીઓ માની રહ્યા છે.