સુરતના શહેરના ઉમરા ખાતે આવેલ ઓયો હોટલે કાસાબ્લેન્કા આત્મહત્યાની ઘટનામાં યુવતીની હિન્દીમાં લખેલી શારીરિક અત્યાચાર અંગે રુવાડા ઉભા કરી નાખે તેવી સુસાઇટ નોટ જોય પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે મોડી રાત્રે જ હોટેલના સંચાલક અને ક્રિપટો કરન્સીમાં મોટું માથું ગણાતા સંજય કુંભાણીની ધરપકડ કરી તેની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા ગુનો નોંધ્યો હતો. યુવતીએ પોતાના ફાંસો ખાતા પહેલા યુવતી હાથમાં બ્લેડ મારી હતી અને હોટેલના રૂમમાંથી યુવતીનો લોહી પણ મળી આવ્યું હતું.
ગત તારીખ ૨૧મી માર્ચના રોજ યુવતીએ સવારના સમયે આત્મહત્યા કરી હતી. પહેલા હાથમાં બ્લેડ મારીને બાદમાં દુપટ્ટાથી આત્મહત્યા કરી હતી. બે દિવસ સુધી સ્ટાફના માણસો દ્વારા ગીતાને ફોન કરી તેમજ હોટલ રૂમનો દરવાજો ખખડાવીને બોલાવતા હતા. પરંતુ ગીતાએ કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારે મંગળવારે સવારના સમયે દરવાજા તોડી તપાસ કરવામાં આવતા રૂમમાંથી ગીતા ના રૂમના બેડ ઉપર લોહી જોવા મળ્યું હતું અને ત્યારબાદ તપાસ કરતાં અંદર તેની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે મોટું માથું ગણાતા અને કાસાબ્લેન્કા હોટેલના સંચાલક સંજય કુમાર કુંભાણીની મોડી રાત્રે ધરપકડ કરી છે. પોલીસે સંજયનો કોરોના રિપોર્ટ કરાવવાની સાથે તેના રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.
મૂળ નેપાળની વતની અને હાલ વેસુ સફલ સ્કવેર નજીક ગ્રીન સિગ્નેચર પ્રાઈમ શોપર્સમાં આવેલ કાસાબ્લેન્ક નામની હોટેલમાં રહેતી 30 વર્ષે ગીતા ઉર્ફે સોનુ ભીમલાલ સુવાલે હોટેલની રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસને રૂમમાંથી બે પાનાની લાંબી અને હિન્દી ભાષામાં લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટના આધારે પોલીસે કાસાબ્લેન્ક હોટેલના સંચાલક સંજય કુમાર કુંભાણી સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે અંદાજે છ મહિના પહેલા જ્યારે ગીતાને ગર્ભ રહ્યો હતો. ત્યારે ગીતાને ધમકાવીને તેના પોતાનું બાળક ન હોવાનું કહી તરછોડી દીધી હતી. વારંવાર સંજયના ત્રાસથી ગીતા હેબતાઈ ગઈ હતી અને દિવસે દિવસે ડિપ્રેશનમાં રહેતી હતી. આખરે કાસાબ્લેન્ક હોટેલની રૂમમાં જ બે દિવસ પહેલા ગીતાએ પહેલા પોતાના હાથમાં બ્લેડ મારી દીધી હતી અને બાદમાં પંખાની સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી.