સુરત : માત્ર 10 સેકન્ડમાં જ યુવકે તફડાવ્યા રૂ. 50 હજાર, જુઓ CCTV વિડીયો

કુડસદ ગામના સુપર સ્ટોરમાં ચોરીની ઘટના સામે આવી, એક યુવકે સ્ટોરના ડ્રોઅરમાં રહેલ રોકડ રકમની કરી ચોરી.

New Update
સુરત : માત્ર 10 સેકન્ડમાં જ યુવકે તફડાવ્યા રૂ. 50 હજાર, જુઓ CCTV વિડીયો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામના એક સુપર સ્ટોરમાં થયેલ ચોરીની ઘટના સામે આવી છે. એક યુવક સ્ટોરના ડ્રોઅરમાં રહેલ રોકડ રકમની ચોરી કરતાં CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાના કુડસદ ગામના ઉમિયા કૉમ્પ્લેક્સમાં આવેલ દેવનારાયણ સુપર સ્ટોર નામની દુકાનમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક અજાણ્યો યુવક ધોળા દિવસે સ્ટોરના ડ્રોઅરમાં રહેલ 50 હજારથી વધુની રોકડ રકમ તફડાવીને ફરાર થઈ જાય છે. દુકાનદાર કોઈ કામ અર્થે દુકાનના અંદરના ભાગે જાય છે, તે સામનો લાભ લઈને યુવક સ્ટોરના ડ્રોઅરમાં રહેલી રોકડ રકમની ઉઠાંતરી કરે છે.

જોકે, આ યુવક ઉપાડેલ રકમમાંથી અડધી રકમ પાછી ડ્રોઅરમાં મુકતો હોય તેવું પણ CCTVમાં જોવા મળી રહ્યું છે, ત્યારે હાલ તો CCTV કેમેરામાં કેદ થયેલ અજાણ્યા યુવકની આ હરકતના કારણે સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Latest Stories