સુરત : દારૂબંધી માત્ર નામ પૂરતી; તરસાડીમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

તરસાડી નગરજનો દ્વારા દેસી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી. વારંવાર પોલીસને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહિ કરતા આખરે જનતા દ્વારા રેડ કરવામાં આવી હતી.

સુરત : દારૂબંધી માત્ર નામ પૂરતી; તરસાડીમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
New Update

તરસાડી નગરજનો દ્વારા દેસી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી. વારંવાર પોલીસને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહિ કરતા આખરે જનતા દ્વારા રેડ કરવામાં આવી હતી.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની છે, સમગ્ર રાજ્યમાં છડેચોક દારૂ વેચાઈ રહ્યો છે, એનેકોવાર લઠ્ઠા કાંડની ઘટના પણ બની ચુકી છે. પરંતુ આ નશાના કારોબારને રોકવા ગૃહ ખાતું સરેઆમ નિષ્ફળ રહ્યું છે, ત્યારે સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના તરસાડી નગર પાલિકાના વોર્ડ નંબર ૬માં ગઈકાલે સ્થાનિકો ધ્વારા ઘણા સમયથી ચાલી રહેલા દેસી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી અડ્ડો બંધ કરવામાં આવ્યો હતો, સ્થાનિકોની જનતા રેડની પોલીસને જાણ થતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને દારૂ બનાવવા માટે ૬ જેટલા બેરલમાં ભરેલા મિશ્રણનો નાશ કર્યો હતો.



તરસાડી નગર નો વોર્ડ નંબર ૬ના લોકો આ દેસી દારૂની ભઠ્ઠીથી ત્રાહિત થઇ ગયા હતા, વારંવારની રજૂઆત છતાં પોલીસ ખાતા ધ્વરા કોઈ કાર્યવાહી કરવમાં આવતી નહતી, જેથી સ્થાનિકો ધ્વરા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવતા સ્થાનિકો સાથે વોર્ડ નંબર ૬ના કોર્પોરેટર પણ જોડાયા હતા. જોકે કોર્પોરેટરે દારૂની ભઠ્ઠી બાબતે ગંભીર આક્ષેપો કર્યા હતા, આ બુટલેગરો દેસી દારૂ બનાવા માટે યુરીયા ખાતરનો પણ ઉપયોગ કરતા હોવાની ચોકાવનારી માહિતી પણ કોર્પોરેટરએ જણાવી છે, ત્યારે હવે એક વાત તો નિશ્ચિત છે કે દારૂની આ બદીને નાથવામાંમાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. એ ભાજપના કોર્પોરેટરની વાત પરથી જણાઈ આવે છે.

#Connect Gujarat #GujaratiNews #SuratNews #suratpolice #Tarsadi #Ahmedabad: Alcohol trafficking #janata Raid
Here are a few more articles:
Read the Next Article