/connect-gujarat/media/post_banners/274b5496ef94a8c100e9cb533ef72637b2c9c72cc1c6009e544ac3a99c4b2c17.jpg)
સુરત શહેરમાં થોડા દિવસો અગાઉ ખાડી સફાઈ મામલે AAP દ્વારા ભાજપના શાસકો ગોબરદાસ હોવાના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા, ત્યારે પુણા વિસ્તારમાં ખાડીની ગંદકીથી હેરાન પરેશાન સ્થાનિકોએ સ્વચ્છતાના નામે બણગાં ફૂંકતી આમ આદમી પાર્ટીનો જ વિરોધ નોંધાવ્યો છે.
સુરત શહેરમાં ખાડી સફાઈ મામલે વિપક્ષમાં બેસેલી AAP પાર્ટીનો ખૂબ જ વિરોધ વધ્યો હતો. AAP દ્વારા ભાજપના શાસકો ગોબરદાસ હોવાના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા, ત્યારે હવે પુણા વિસ્તારના મધ્યમાંથી પસાર થતી ખાડીને લઈને સ્થાનિકો દ્વારા આમ આદમી પાર્ટીનો જ વિરોધ કરવામાં આવ્યો છે. પુણા નજીક ખાડીના ગંદા પાણીનો જમાવડો થતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં ગંદકીના કારણે લોકો અવારનવાર બીમારીમાં પણ સપડાય રહ્યા છે. આ મામલે તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં ખાડીના ગંદા પાણીનો આજદિન સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. ના તો અહી પાલિકામાંથી કોઈ અધિકારી આવ્યા છે કે, ના કોઈ આમ આદમી પાર્ટીના નેતા અથવા કાર્યકર્તા..., ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો માત્ર ફોટા પડાવવા માટે આવા બધા તાયફા કરતાં હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.