Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લગ્નમાં ઘોડા પર સાહસિક કરતબ બતાવતો 11 વર્ષીય કિશોર, જુઓ તમે પણ...

સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં કાઠી સમાજ બહોળી સંખ્યામાં વસવાટ કરે છે. અહી લગ્નપ્રસંગમાં કાઠિયાવાડી અશ્વો સાથે ફુલેકા કાઢવાનું અનેરું મહત્વ રહ્યું છે,

X

સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં કાઠી સમાજ બહોળી સંખ્યામાં વસવાટ કરે છે. અહી લગ્નપ્રસંગમાં કાઠિયાવાડી અશ્વો સાથે ફુલેકા કાઢવાનું અનેરું મહત્વ રહ્યું છે, ત્યારે કાઠી સમાજના લગ્ન પ્રસંગે 11 વર્ષીય કિશોરે ઘોડેસવારી કરી સાહસિક કરતબ બતાવ્યા હતા.

સુરેન્દ્રનગર જીલ્લામાં આ વર્ષે લગ્ન પ્રસંગની સિઝન પુરજોરમાં ચાલી હતી, ત્યારે તાજેતરમાં જ એક કાઠી સમાજમાં કાઠિયાવાડી લગ્નપ્રસંગ યોજાયા હતા. આ દરમ્યાન એક નાનો અમથો દિકરો પોતાની ઘોડી ઉપર બેસીને ઘોડીને 2 પગે રમાડતો હોવાનો વિડિયો સોશિયલ મિડીયામાં જોરદાર વાયરલ થયો હતો. જોકે, આ વિડિયો લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વિડીયોમાં આપ જોઈ શકો છો કે, બાળક ઘોડી ઉપર બેસીને 2 પગે ઘોડીને કેવી રીતે રમાડી રહ્યો છે. લગ્નમાં ઘોડા પર સાહસિક કરતબ કરતો 11 વર્ષીય કિશોર સાયલા તાલુકાના ગોસળ ગામના સુરેશ ખાચરનો દિકરો રાજપાલ છે. જોકે, રાજપાલને સમજણ આવી ત્યારથી જ ઘોડીઓને પાળવાનો અને ઘોડીની સાંકરી કરીને ખેલવાનો ખૂબ જ શોખ છે. હાલ તેઓ પાસે 4 ઘોડીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે જ 2 કાઠિયાવાડી અને 2 મારવાડી જાતની ઘોડી હોવાનું પણ સાહસિક કરતબ બતાવનાર ઘોડેસવાર રાજપાલ ખાચરે જણાવ્યું હતું.

Next Story