ધોળે દહાડે રૂ. 18.20 લાખ ભરેલી થેલી ઝૂંટવી 2 શખ્સો નાસી છૂટ્યા

સુરેન્દ્રનગર શહેરમાં હોલસેલ પાન-મસાલા સહિતની ચીજવસ્તુઓની વર્ષો જુની પેઢીના કર્મચારીઓ પાસેથી બાઈક પર આવેલ 2 અજાણ્યા શખ્સોએ રૂ. 18.20 લાખ ભરેલી થેલીની લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ હતી.

New Update

સુરેન્દ્રનગર શહેરમાં હોલસેલ પાન-મસાલા સહિતની ચીજવસ્તુઓની વર્ષો જુની પેઢીના કર્મચારીઓ પાસેથી બાઈક પર આવેલ 2 અજાણ્યા શખ્સોએ રૂ. 18.20 લાખ ભરેલી થેલીની લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ હતી.

સુરેન્દ્રનગર જીલ્લામાં ગુન્હેગારોને કાયદાનો પણ ડર ન હોય તેમ ચોરીલુંટફાયરીંગ સહિતના બનાવો વધી રહ્યાં છેત્યારે શહેરની મધ્યમાં આવેલ મેગા મોલ પાસે ધોળે દહાડે રોકડ રૂપિયા 18.20 લાખની લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ હોલસેલ પાન-મસાલા સહિતની ચીજવસ્તુઓની વર્ષો જુની અને પ્રતિષ્ઠિત ચીમનલાલ ભગવાનજીભાઈ પેઢીમાં ઘણા વર્ષોથી કામ કરતા કિશોર પંડ્યા અને હસમુખ શેઠ બન્ને ટુ-વ્હીલર પર ધંધાની રોકડ રકમ 18.20 લાખ થેલીમાં ભરી બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ખાનગી બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા.

તે દરમ્યાન અન્ય બાઈક પર આવેલ 2 અજાણ્યા શખ્સોએ ટુ-વ્હીલરને અટકાવી કર્મચારી કિશોર પંડ્યાને છરી વડે હાથના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચાડી તેમની પાસે રહેલ લાખો રૂપિયા ભરેલી થેલી ઝૂંટવી નાસી છુટ્યા હતા. જેની જાણ થતાં જ ભોગ બનનાર કર્મચારીએ રસ્તા પર બુમાબુમ કરતા આસપાસના લોકો સહિત દુકાનદારો દોડી આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરતા બી’ ડિવિઝન પોલીસ સહિત LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકેધોળે દહાડે લૂંટનો બનાવ બનતા સમગ્ર બનાવમાં કોઈ જાણભેદુ હોવાની પોલીસને આશંકાઓ સેવાઈ રહી છે. પોલીસે બનાવ સ્થળની આસપાસના શો-રૂમ તેમજ દુકાનોના CCTV કુટેજના આધારે નાસી છુટેલા બન્ને શખ્સોને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.

Latest Stories