સુરેન્દ્રનગર : પાટડીમાં 26 સમાજ અને 7 સંસ્થાએ એકસાથે આવેદન પત્ર આપી સમલૈંગિક કાયદાનો વિરોધ નોંધાવ્યો

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક વિવાહ બાબતે કેસ ચાલી રહ્યો છે

New Update
સુરેન્દ્રનગર : પાટડીમાં 26 સમાજ અને 7 સંસ્થાએ એકસાથે આવેદન પત્ર આપી સમલૈંગિક કાયદાનો વિરોધ નોંધાવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં 26 સમાજ અને 7 સંસ્થાઓ દ્વારા સમલૈંગિક કાયદાના વિરોધમાં એકસાથે પાટડી મામલતદારને લેખિત આવેદન પત્ર આપી આ કાયદાનો સજ્જડ વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સત્યનારાયણ મંદિરના મહંત ગીરધરદાસજી સહિત વિવિધ સમાજના 150થી વધુ લોકો હાજર રહ્યા હતા.

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક વિવાહ બાબતે કેસ ચાલી રહ્યો છે. જો આ બાબતે સમલૈંગિક વિવાહને મંજૂરી આપતો ચુકાદો આવે તો દરેક સમાજ જ્ઞાતિના સામાજિક વ્યવસ્થાઓ તૂટી પડશે, તેમજ આ અકુદરતી અને સૃષ્ટિ વિરુદ્ધ તેમજ સંસ્કૃતિને ખતમ કરનારી સાબિત થશે, એટલે તે કદી સ્વીકારી શકાય નહીં. માટે સમગ્ર ભારતમાં આ બાબતે સામાજિક જાગૃતિ સાથે સરકાર અને નામદાર કોર્ટને સંદેશ, લાગણી પહોચાડવા માટે પાટડી ખાતે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવા માટે તમામ જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં પોતાની જ્ઞાતિનું આવેદન પત્ર આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આથી પાટડી અને દસાડા તાલુકા વતી સમલૈંગિક કાયદાના વિરોધમાં પ્રાંત કચેરીએ પાટડી મામલતદારને તમામ સમાજના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. પાટડીમાં 26 સમાજ અને 7 સંસ્થાઓ દ્વારા સમલૈંગિક કાયદાના વિરોધમાં એકસાથે પાટડી મામલતદારને લેખિત આવેદન પત્ર આપી આ કાયદાનો સજ્જડ વિરોધ કરવામાં આવ્યો હતો.

Latest Stories