Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ડુપ્લીકેટ ચલણી નોટોને બજારમાં ફરતી કરવાના કૌભાંડનો પર્દાફાશ, 4 ઇસમોની ધરપકડ…

જિલ્લામાંથી ભારતીય બનાવટની ડુપ્લીકેટ ચલણી નોટોના જથ્થા સાથે પોલીસે 4 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

સુરેન્દ્રનગર જિલ્લામાંથી ભારતીય બનાવટની ડુપ્લીકેટ ચલણી નોટોના જથ્થા સાથે પોલીસે 4 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યભરમાં ડુપ્લીકેટ ચલણી નોટોને બજારમાં ફરતી કરવાનું કેટલાક ઇસમો ષડયંત્ર ચલાવી રહ્યા છે, ત્યારે પોલીસ પણ એક બાદ એક આવા ઇસમોને પકડી કૌભાંડોનો પર્દાફાશ કરી છે. તેવામાં સુરેન્દ્રનગર SOG પોલીસે 4 ઈસમોને ભારતીય બનાવટની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા છે. SOG પોલીસે બાતમીના આધારે બહુચર હોટલ નજીકથી આ 4 ઇસમોને 50, 100 અને 200ના દરની ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે 50 રૂપિયાની 36 ડુપ્લીકેટ ચલણી નોટ, જ્યારે 100 રૂપિયાની 30 ડુપ્લીકેટ ચલણી નોટ અને 200 રૂપિયાની 60 ડુપ્લીકેટ ચલણી નોટની જથ્થો જપ્ત કર્યો છે, ત્યારે હાલ તો પોલીસે આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી આરોપીઓ પાસેથી વધુ ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવવાની શંકા વ્યક્ત કરી છે.

Next Story