સુરેન્દ્રનગર : ચાલુ બાઈક પર અનોખા સ્ટંટ કરતાં સલી ગામના 63 વર્ષીય વૃદ્ધ કાકા, જુઓ વિડીયો...

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સલી ગામના એક વૃદ્ધ કાકાનો બાઇક પર અનોખા સ્ટંટ કરતો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.

New Update
સુરેન્દ્રનગર : ચાલુ બાઈક પર અનોખા સ્ટંટ કરતાં સલી ગામના 63 વર્ષીય વૃદ્ધ કાકા, જુઓ વિડીયો...

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સલી ગામના એક વૃદ્ધ કાકાનો બાઇક પર અનોખા સ્ટંટ કરતો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. જોકે, આ વિડીયો અત્યાર સુધીમાં લોકો દ્વારા 10 લાખથી વધુ વખત જોવાય ચૂક્યો છે.

હાલના સમયમાં સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પણ તાજેતરમાં વાયરલ થયેલા એક વિડીયોમાં વૃદ્ધ કાકા ચાલું બાઈક પર સ્ટંટ કરતાં જોવા મળે છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સલી ગામના રહેવાસી 63 વર્ષીય મૂળજી નાડોદા ખેડૂત છે. 3 વર્ષ પહેલા તેઓએ બાઈક સ્ટંટ કરવાનું શરૂ કર્યું કર્યું. સરપંચની ચૂંટણી સમયે જ્યારે તેઓ સલી ગામથી પાટડી તરફ જઈ રહ્યા હતા, તે સમયે પહેલી વખત તેઓએ બાઈક પર સ્ટંટ કર્યા હતા. એ દિવસથી અત્યાર સુધી જ્યારે પણ તેઓ બાઈક લઈને નીકળે છે, ત્યારે બાઈક પર સ્ટંટ કરતા જોવા મળે છે. મૂળજી નાડોદા ચાલું બાઈકે હાથ ઊંચા કરીને કુદકા મારે છે અને બાઈકની પાછળની સીટ પર સૂઈ જાય છે.

રસ્તામાં સ્પીડ બ્રેકર આવે કે, ખાડો તો પણ તેઓ બાઈક સરળતાથી હંકારી શકે છે. ઉપરાંત સામેથી કોઈ વાહન આવે તો પણ તે સહેલાઇથી બાઈક ચલાવી શકે છે. તેઓ જે બાજુ હાથનો ઈશારો કરે તે બાજુ બાઈક ટર્ન થાય છે. એક દિવસ જ્યારે તેઓ બાઈક પર સ્ટંટ કરી રહ્યા હતા, ત્યારે કોઈ રાહદારીએ મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. કોઈએ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી છે, તો કોઈએ યુટ્યુબ પર શેર કર્યો છે. બીજા પણ ઘણા સોશિયલ મીડિયા પર આ વીડિયો લાખો વખત જોવાય ચૂક્યો છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.