સુરેન્દ્રનગર : લીંબડીમાં ભાઈએ બહેનને દુપટ્ટાથી ગળું દબાવી મારી નાખી લાશને કુંવામાં ફેંકી દીધી, હત્યાનો ભેદ ઉકેલાયો

કુવામાંથી મળેલી યુવતીની હત્યાનો ચકચારી મામલો, યુવતીની હત્યા સગાભાઈએ જ કરી હોવાનો ખુલાસો

સુરેન્દ્રનગર : લીંબડીમાં ભાઈએ બહેનને દુપટ્ટાથી ગળું દબાવી મારી નાખી લાશને કુંવામાં ફેંકી દીધી, હત્યાનો ભેદ ઉકેલાયો
New Update

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવા નદીના કૂવામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો હતો જેમાં તપાસમાં બહાર આવ્યું કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ન જાય તે માટે તેના જ ભાઈએ બહેનને મોતને ગળું દબાઈને મોતને ઘાટ ઉતારી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ભોગાવા નદીના કૂવામાંથી તા.1 જુલાઈના રોજ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત યુવતી કોણ છે? તેની હત્યા કોણે કરી? સહિતના સવાલોને ધ્યાને લઈ એલસીબી, સ્થાનિક પોલીસ સહિત અન્ય ટીમોએ તપાસ હાથ ધરી હતી. મૃતદેહ મળ્યાને કલાકો થવા છતાં યુવતીની ઓળખ થઈ શકી નહોતી. જેથી પોલીસ ટીમે મૃત યુવતીના ભાઈને શકના આધારે ઝડપી પાડ્યો હતો. પુછપરછ દરમ્યાન ભાંગી પડેલા ભાઈએ તેની બહેનની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. યુવકે જણાવ્યું હતું કે 5 વર્ષથી અમે પરિવાર સાથે સાંણદ તાલુકાના સચાણા ગામે રહેતા હતા. ત્યાં મારી બહેનની આંખ એક યુવક સાથે મળી ગઈ હતી. જે અમને મંજૂર નહોતું. મને વિચાર આવ્યો કે દાગીના લઈને નયના તેના પ્રેમી સાથે ભાગી જશે. આથી મેં દુપટ્ટાથી ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બહેન ઘરેથી ભાગી જશે તો સમાજમાં બદનામી થશે. તેવા વિચારો દિનેશને આવ્યા. જેથી દુપટ્ટા વડે ગળું દબાવી રાખ્યું જ્યાં સુધી યુવતીના શરીરનું હલનચલન બંધ ન થયું ત્યાં સુધી તેનું ગળું દબાવી રાખી અંતે તેને મોતને ઘાટ ઉતારી હતી .

જે બાદ ભાઈએ પ્લાસ્ટિકની કોથળીમાં બહેનના મૃતદેહને ભરી દીધો હતો. યુવતીનો મૃતદેહ મળ્યો ત્યારે પોલીસે યુવતીના પરિવારને બોલાવી ઓળખ કરવા કહ્યું પરંતુ તેના પરિવારે મૃતદેહ યુવતીનો નહીં હોવાનું જણાવ્યું હતું. યુવતીની ઓળખ નહીં થતાં પોલીસે યુવતીના પ્રેમીનો સંપર્ક કર્યો ત્યારે તેને 3 સ્ટાર ટેટૂ તોફાવેલી યુવતી તેની પ્રેમિકા જ છે તે ઓળખી બતાવી હતી. ત્યાર બાદ પોલીસે આરોપી ભાઈને ઝડપી લીધો હતો.

#Gujarat #Connect Gujarat #Surendranagar #police #accused #arrest #crime #Murder Case #Beyond Just News #Brother Sister
Here are a few more articles:
Read the Next Article