Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ફેક્ટરીમાં ચોરી કરનાર ચડ્ડી બનીયાન ધારી ગેંગ ઝડપાય,પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ

પોલીસે અલગ અલગ 4 જીલ્લાની ફેકટરીઓમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 5 શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

X

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસે અલગ અલગ 4 જીલ્લાની ફેકટરીઓમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 5 શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસે અલગ અલગ 4 જીલ્લાની ફેકટરીઓમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 5 શખ્શોને ઝડપી પાડ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ સહિતના જીલ્લાઓની 58 જેટલી ફેકટરીમાં થયેલા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે રોકડ રકમ અને મોબાઈલ સહિત અંદાજે રૂપિયા 2.35 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં આ તસ્કર ગેન્ગે સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા અંદાજે નવ ઓદ્યોગિક એકમોમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ ચકચારી ગેન્ગને ઝબ્બે કરવા સુરેન્દ્રનગર જિલ્લાની જોરાવરનગર પોલીસ સહિત LCB અને SOG પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાતમીના તેમજ ટેકનિકલ સોર્સના આધારે ચડ્ડી બનિયાન ગેંગના પાંચ શખ્શોને ઝડપી પાડ્યા હતા. અને આ ગેન્ગે વધુ પુરછપરછ દરમિયાન દિવસે ફેક્ટરીઓની રેકી કરી રાત્રે ફેક્ટરીઓને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું હતુ.

Next Story