ધાંગધ્રામાંથી વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી
યુવકને એક યુવતીએ પોતાના પ્રેમજાળમાં ફસાવ્યો
કોર્ટ કેસમાં સમાધાન કરવા ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ કર્યો
રૂ. 5 લાખની માંગણી કરી યુવકને ફસાવવામાં આવ્યો
પોલીસે યુવતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં એક યુવતીએ યુવકને પોતાના પ્રેમજાળમાં ફસાવ્યો હતો. સોશ્યલ મીડિયા થકી મિત્રતા કરી રૂ. 5 લાખની ખંડણી માંગનાર યુવતીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હનીટ્રેપની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે, ત્યારે ધાંગધ્રા શહેરમાંથી વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. અંજના નામની યુવતીએ સોશિયલ મીડિયાના માધ્યમથી અજય નામના યુવક સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ પ્રેમ સંબંધમાં ફોસલાવી તેની સાથે સંપર્કમાં આવ્યા બાદ જે પરેશ હમીર રબારીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, તે પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અજય પાસેથી રૂ. 5 લાખની ખંડણી પણ માંગવામાં આવી હતી.
જો તે રૂપિયા નહીં આપે તો તેને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે તમામ પુરાવાઓ એકત્રિત કરી યુવતી સામે હનીટ્રેપની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
/connect-gujarat/media/media_files/2025/11/19/mixcollage-19-nov-2025-09-45-pm-2633-2025-11-19-21-46-32.jpg)