Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડીના ખારાવાસ વિસ્તારનું મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારની સોસાયટીમાં હાથફેરો કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારની સોસાયટીમાં હાથફેરો કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારના રહેણાક મકાનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ખારા વિસ્તારમાં આવેલ રાધેગોવિંદ પાર્ક સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત અંદાજે રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. CCTV ફૂટેજમાં આપ જોઈ શકો છો કે, 3 બુકાનીધારી શખ્સો કેવી રીતે મકાનમાં પ્રવેશ કરી રહ્યા છે. તો બીજી તરફ, શિયાળાની ઠંડીમાં તસ્કરોએ જાણે પોલીસને પડકાર આપ્યો હોય તેમ બિન્દાસ્તપણે એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવા કવાયત હાથ ધરી છે.

Next Story