વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીકનો બનાવ
મુખ્ય માર્ગ ઉપર ભોગાવો નદીનું પાણી ફરી વળ્યું
ધસમસતા પાણીમાં ખાનગી સ્કૂલની બસ ફસાય
બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા
રેસક્યું કરી વિદ્યાર્થીઓને બસની બહાર કઢાયા
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક મુખ્ય માર્ગ પર ભોગાવો નદીના ધસમસતા પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ ફસાય જતાં વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન માર્ગ પર ભારે વરસાદના કારણે ભોગાવો નદીનું પાણી ફરી વળ્યું હતું. જેના કારણે અહીથી પસાર થતી ખાનગી સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. ભોગાવો નદીના ધસમસતા પાણીમાં ખાનગી સ્કૂલની બસ ફસાય ગઈ હતી. આ ઘટનાના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, બસના ચાલકે સમય સૂચકતા વાપરી તમામ વિદ્યાર્થીઓની સલામતી જાળવી હતી. ડ્રાઇવર સીટની બાજુમાં રહેલા દરવાજામાંથી તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢી રેસક્યું કરતા આબાદ બચાવ થયો હતો.