/connect-gujarat/media/post_banners/6ac0fa182df7f6ad5deab0410d488ebb0bb2f5186b6337f7e190d0c5bafed3e7.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાંથી માતા-પુત્રનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. તો બીજી તરફ, જ્યાં સુધી આરોપી પતિ ઝડપાય નહીં ત્યાર સુધી મૃતદેહ સ્વીકારવાનો મૃતકના પરિજનોએ ઇન્કાર કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં આવેલ રહેણાક મકાનમાંથી માતા અને પુત્રનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બનાવના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડ્યા, Dysp, એલસીબી અને એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોચી હતી, જ્યાં ઘટનાનો ભેદ ઉકેલવા ડોગ સ્કોડ, FSL અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદ લેવામાં આવી હતી. પોલીસે 33 વર્ષીય માતા સોનલ ચન્દ્રકાન્ત લાદોલા અને 11 વર્ષીય પુત્ર કિશન ચન્દ્રકાન્ત લાદોલાના મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં માતા અને પુત્રની હત્યા થઇ હોવાનું પોલીસનું અનુમાન છે. તો આ તરફ, મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, પતિને દારૂ પીવાનું વ્યસન હોવાથી માતા અને પુત્રની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવી નાશી છૂટ્યો છે, ત્યારે સુધી આરોપી પતિ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો મૃતકના પરિજનોએ ઇન્કાર કર્યો હતો. જોકે, આ હત્યાનો બનાવ હોઇ શકે છે. પરંતુ હત્યા થઇ હોવાના પોલીસને હજી કોઇ નક્કર પુરાવા મળ્યા નથી, ત્યારે હાલ તો પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.