/connect-gujarat/media/post_banners/c3a954ae2d3df3110d5e255402370a29e9c926629fa2d7126ff7a486d27a4bcc.webp)
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર કટારીયા ગામના પાટીયા નજીક ટ્રક અને છોટા હાથી ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નીપજ્યાં હતા.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.કટારીયા ગામના પાટીયા નજીક મોડી રાત્રીના સમયે ટ્રક અને છોટા હાથી ટેમ્પો ભયંકર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નીપજ્યાં હતા. આ અકસ્માતમાં છોટા હાથી ટેમ્પોમાં સવાર પરપ્રાંતિય 3 વ્યક્તિના મોતને ભેટ્યા હતા. બનાવની જાણ થતાં પાણશીણા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માતે 3 લોકોના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.