Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : વિનય વાટિકા ખાતે જૈન સમાજ દ્વારા યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સીએમ ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

વઢવાણ ખાતે આવેલા વિનયવાટીકામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ૧૩૧ ભગવાનની પ્રતિષ્ઠા તેમજ ગુરૂ વલ્લભ સુરીશ્વરજી મ.સા.ના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી

X

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવેલા વિનયવાટીકામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ૧૩૧ ભગવાનની પ્રતિષ્ઠા તેમજ ગુરૂ વલ્લભ સુરીશ્વરજી મ.સા.ના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલા વિનયવાટીકામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ હાજર રહ્યાં હતાં. જ્યાં મુખ્યમંત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જૈન ધર્મનું મહત્વ, ઈતિહાસ, અહિંસા અને સેવા સહિતના મુદ્દે જૈન સમાજની પ્રશંસા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વધુમાં જણાવ્યું હતું કે રાજય સરકાર ગત વિધાનસભા સભા બજેટમાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાંમાં ૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે . આજથી ૨૬૦૦ વર્ષ અગાઉ ભગવાન મહાવીર સ્વામી જણાવ્યું હતું પાણ ને ઘીની જેમ વાપરો તેવું જાણવા પાણીનું મહત્વ સમજાવ્યું હતું, જે આવનારી પેઢી માટે ઉપયોગી સાબિત થશે.આ કાર્યકમમાં લાભાર્થી દ્વારા મુખ્યમંત્રીનુ સન્માન કરવામાં આવ્યું..

Next Story