સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના શિલ્પકારની અયોધ્યામાં કલાકારી, પથ્થરમાંથી બનાવી રામ દરબારની અદભૂત પ્રતિકૃતિ...

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હિતેશ સોમપુરા નામના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ અયોધ્યાના રામ મંદિરના વિવિધ ભાગોમાં સ્થાપિત કરવામાં આવી છે.

New Update
  • અયોધ્યા રામ મંદિરમાં પહોંચી ધ્રાંગધ્રાના શિલ્પીની કલા

  • હિતેશ સોમપુરાએ બનાવી દેવી-દેવતાઓની 1800 મૂર્તિ

  • પથ્થરમાંથી બનાવી રામ દરબારની અદભૂત પ્રતિકૃતિ

  • રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા કાર્યકમમાં ઉત્સવનો માહોલ

  • અયોધ્યા રામ મંદિરમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના શિલ્પી કલાકારે બનાવેલી વિવિધ મૂર્તિઓનું અયોધ્યા રામ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું છે. આ કલાકૃતિઓ મંદિરના ઘુમ્મટપ્રદક્ષિણા માર્ગશિખરના ગોખસ્તંભો અને રામ દરબારના પ્રવેશદ્વાર પર જોવા મળે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હિતેશ સોમપુરા નામના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ અયોધ્યાના રામ મંદિરના વિવિધ ભાગોમાં સ્થાપિત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યા રામ મંદિરની અંદર અત્યાર સુધીમાં કુલ 1800થી વધુ વિવિધ મૂર્તિઓ ધ્રાંગધ્રાના કારીગર દ્વારા બનાવવામાં આવી છે. સોમપુરા પરિવારના આ શિલ્પી કલાકારને મૂર્તિ બનાવવાનું કામ મળ્યું હતુંત્યારે અયોધ્યા રામમંદિર ખાતે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યકમમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.

પ્રતિષ્ઠા કાર્યકમમાં ભગવાન રામની સાથે માતા સીતા અને હનુમાનજીની પણ મૂર્તિઓ સ્થાપિત કરાય છેત્યારે ગુજરાત માટે પણ ગૌરવ લેવા જેવી વાત છે કેસુરેન્દ્રનગર-ધ્રાંગધ્રાના શિલ્પી કલાકાર હિતેશ સોમપુરાએ પથ્થરમાંથી બનાવેલી વિવિધ મૂર્તિઓને અયોધ્યા રામ મંદિરના વિવિધ ભાગો જેવા કેઘુમ્મટસ્તંભ અને મંદિરના શિખરના ગોખ પ્રદક્ષિણા અને રામ દરબારના મુખ્ય દ્વાર પાસેના ભાગોમાં મુકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કેધ્રાંગધ્રાના શિલ્પી કલાકારો રાજ્યના વિવિધ જિલ્લા કે અન્ય રાજ્યો અને વિદેશમાં પણ પથ્થરમાંથી મૂર્તિ બનાવીને મોકલે છે. તેમજ તેઓ મંદિર નિર્માણ કરવા માટે પણ બહારગામ જતા હોય છે.

Latest Stories