Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : રણ વિસ્તારમાંથી વન્યજીવ સાંઢા સાથે વન વિભાગે કરી શિકારીની ધરપકડ...

સુરેન્દ્રનગર જિલ્લાની નજીકમાં આવેલા રણ વિસ્તારમાંથી એક શિકારીને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાની નજીકમાં આવેલા રણ વિસ્તારમાંથી એક શિકારીને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ શિકારી પાસેથી વન વિભાગે વન્યજીવ સાંઢા, ધારીયું તેમજ કોશ જેવા શિકાર કરવાના સાધન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાને અડીને આવેલ રણ વિસ્તાર સહિતના અમુક વિસ્તારોમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જોકે, અહીના વિસ્તારમાંથી અવારનવાર ગેરકાયદેસર શિકારની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, ત્યારે વન વિભાગને મળેલી બાતમીના આધારે ધાંગધ્રા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમે એક શિકારીને વન્યજીવ સાંઢા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં એક મૃત અને 3 ઇજાગ્રસ્ત જીવિત હાલતમાં મળી કુલ 4 જેટલા વન્યજીવ એવા સાંઢા, ધારીયું તેમજ કોશ જેવા શિકાર કરવાના સાધનો તેમજ એક મોબાઇલ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ સાંઢા નામના વન્યજીવનો ઉપયોગ દવાઓ બનાવવા અને તેના તેલ તેમજ માંસનો ઉપયોગ ખાવા માટે થતો હોય છે, ત્યારે આ શિકારી ઝડપાતા વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત વન વિસ્તારમાં ગેરકાયદે શિકાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Next Story