સુરેન્દ્રનગર : લીંબડી-રાજકોટ હાઇવે પર ટેન્કર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું મોત નીપજ્યું

કેમિકલ ભરેલ ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ ટેન્કરમાંથી કેમિકલ રસ્તા પર ફરી વળતા લોકો સહિત આસપાસના વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો....

Surendranagar Accident
New Update

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઇવે પર કેમિકલ ભરેલ ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસારસુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઇવે પર છાલીયા તળાવ નજીક ટેન્કર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કેમિકલ ભરેલ ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ ટેન્કરમાંથી કેમિકલ રસ્તા પર ફરી વળતા લોકો સહિત આસપાસના વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

આ ઘટનામાં ટેન્કર ચાલક કેબિનમાં દબાઈ જતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જોકેચાલકનો મૃતદેહ ટેન્કરમાં ફસાય જતાં ફાયર ફાઇટરો દ્વારા મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતીજ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે સુરેન્દ્રનગર અને લીંબડી ફાયર ફાયટર ટીમડીવાયએસપીપ્રાંત અધિકારીપોલીસ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

#Surendranagar Accident #Limbadi-Rajkot highway #અકસ્માત #માર્ગઅકસ્માત #ગમખ્વારઅકસ્માત
Here are a few more articles:
Read the Next Article