સુરેન્દ્રનગર : મોબાઇલ ચોરીને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ,પોલીસે બે મહિલાની કરી ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર બાતમીના આધારે પાણશીણા પોલીસે મોબાઇલ ચોરી કરતી ગેંગની બે મહિલાઓની ધરપકડ કરી હતી.

New Update
  • મોબાઈલ ચોર મહિલા ગેંગનો પર્દાફાશ

  • પાણશીણા પોલીસે બે મહિલાની કરી ધરપકડ

  • 21 ચોરીના મોબાઈલ ફોન સાથે બે મહિલા ઝડપાઈ 

  • અમદવાદમાં મોબાઈલ ચોરીને મહિલાઓએ આપ્યો હતો અંજામ

  • રાજકોટમાં ગુજરી બજારમાં મોબાઈલ વેચવાન જતા ઝડપાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર બાતમીના આધારે પાણશીણા પોલીસે મોબાઇલ ચોરી કરતી ગેંગની બે મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે ચોરી કરેલા 21 મોબાઇલ પણ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર પાણશીણા પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથધરીને મોબાઈલ ચોરીને અંજામ આપતી મહિલા ગેંગનો પર્દાફાશ કર્યો હતો,પોલીસે એક ઈક્કો કાર શંકાસ્પદ હાલતમાં આવતા તેને રોકી તલાશી લેવામાં આવી હતી, અને પોલીસે કારમાં બેઠેલી બે મહિલાઓ પર શંકા જતા મહિલા પોલીસ બોલાવી બન્ને મહિલાઓના થેલાની તલાશી લેતા પોલીસ ચોંકી ઉઠી હતી. મહિલાઓના થેલામાંથી જુદી જુદી કંપનીના એન્ડ્રોઇડ 21 મોબાઇલ મળી આવ્યા હતા.જેથી પોલીસે આ મોબાઇલ બાબતે પુછપરછ કરતા બંને મહિલાઓ ગલ્લા તલ્લા કરતી હતી અને આ મળી આવેલા મોબાઇલ બાબતે કોઈ બીલ કે કાગળો નહિ હોવાનું રટણ કરતી હતી. જેથી પોલીસે બંને મહિલાઓને પાણશીણા પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછમાં આરોપી મહિલાઓ દિવ્યા કરણભાઇ સોલંકી અને રંગીલા સવજીભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસની સઘન તપાસમાં મહિલાઓએ અમદાવાદના  જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી,અને રાજકોટમાં ભરાતા ગુજરી બજારમાં વેચવા માટે જતી હોવાનું જાણવા મળ્યું હતું,પોલીસે હાલ બંને મહિલાઓની ધરપકડ કરીને 21 મોબાઈલ જપ્ત કર્યા છે,અને વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories