-
પત્નીથી પીડિત વ્યથિત પતિની દિલ્હી સુધીની કુચ
-
પત્નીના લગ્નેતર સંબંધથી પીડાતો પતિ
-
ન્યાયની માંગણી સાથે પગપાળા યાત્રા
-
દિલ્હી સુપ્રીમ કોર્ટના ખખડાવશે દ્વાર
-
હાથમાં બેનર લઈને પગપાળા દિલ્હીની વાટ પકડી
સુરેન્દ્રનગરનો યુવાન પતિ પોતાની પત્નીના ત્રાસથી કંટાળીને ન્યાય માટે પગપાળા દિલ્હી પહોંચી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે.પત્નીના લગ્નેતર સંબંધોથી ત્રાસેલા પતિએ આખરે છુટકારો મેળવવા માટે આ પગલું ભર્યું છે.
દેશમાં વર્તમાન સમયમાં કાતિલ પત્નીના કિસ્સામાં વધારો થયો છે,ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પત્નીના અસહ્ય ત્રાસનો કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.વઢવાણ ગણપતિ ફાટક પાસે રહેતો અશોક દેવજીભાઇ પાંડર પોતાના ઘરે જ પટોળાનો વેપાર કરે છે. પત્ની અને પાંચ વર્ષની બાળકી સાથેનો પરિવાર છે,પરંતુ પત્નીના અન્ય જગ્યાએ અફેર હોય પતિ દ્વારા આ બાબતે જિલ્લા પોલીસ સ્ટેશન તથા વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ અરજી આપી હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
અશોક પાંડરે આક્ષેપ કર્યો છે કે તેની પત્નીના અન્ય પુરુષ સાથે લગ્નેતર સંબંધ છે,જેના કારણે તે અસહ્ય ત્રાસ સહન કરી રહ્યો છે.અને અશોક યોગ્ય ન્યાયની માંગ સાથે અમદાવાદ ખાતે રહેતા ભાઈના ઘરેથી હાથમાં બેનર સાથે ન્યાયની માંગ કરવા પગપાળા દિલ્હી જવા રવાના થયો છે,દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીને તે ન્યાયની માંગણી કરીને દુઃખી પતિઓ માટે ન્યાયાલય અને સરકાર પાસે ન્યાયની માંગણી કરશે.અશોકે હાથમાં પત્ની અફેર કરે તો પણ સજા પતિને કેમ મળે?તેવા સ્લોગન સાથે પગપાળા દિલ્હી સુપ્રીમ કોર્ટ સુધીની કૂચની શરૂઆત કરી છે.