Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: લીંબડીમાં પારિવારીક ઝઘડામાં ભાણેજની ગળે કાતર ફેરવી હત્યા,પોલીસે તપાસ શરૂ કરી

સુરેન્દ્રનગરના લીંબડીમાં પારિવારીક ઝઘડામાં ભાણેજની ગળે કાતર ફેરવી હત્યા‎ કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

X

સુરેન્દ્રનગરના લીંબડીમાં પારિવારીક ઝઘડામાં ભાણેજની ગળે કાતર ફેરવી હત્યા‎ કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગરના લીંબડી ખાખ ચોકમાં રહેતા કૌટુંબિક‎મામા અને ફઈબાના પરિવાર વચ્ચે‎મહેણાં ટોણાં મારવા બાબતે બોલાચાલી‎થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ‎‎ધારણ કરી લીધું હતું. ઝઘડામાં‎ઉશ્કેરાયેલા મામાના પરિવારે ભાણેજને ‎‎માથામાં લાકડુ મારી ઇજાગ્રસ્ત કર્યા બાદ ‎‎ગળામાં કાતર મારી હત્યા કરી નાંખી‎હતી. જ્યારે વચ્ચે પડેલા કૌટુંબિક ભાઇને ‎‎પણ ઇજા પહોંચતાં પોલીસે આરોપીઓને ‎‎ધરપકડ કરી ફરિયાદની તજવીજ હાથ‎ધરી છે. લીંબડી શહેરના ખાખ ચોક‎વિસ્તારમાં રહેતા જીવાભાઈ મકવાણા‎તેનો પુત્ર પ્રવીણ મકવાણા તેના પત્ની‎ચંદ્રિકા પ્રવિણ મકવાણા અને પુત્ર યોગેશ‎પ્રવિણ મકવાણાની પાડોશમાં તેમના‎કૌટુંબિક ફઈબા રતનબેન તેના પતિ‎વિનોદભાઈ ચાવડા, પુત્ર વિકાસ, પુત્રી‎પિનલ ચાવડા સાથે રહેતા હતા. કૌટુંબિક‎મામા-ફોઈના પરિવાર વચ્ચે અવારનવાર‎બોલાચાલી થતી રહેતી હતી. વિકાસે તેના મામી‎ચંદ્રિકાબેનની મશ્કરી‎કરી હોવાનું માનવામાં‎આવી રહ્યું છે. તેનાં‎કારણે બંને પરિવારો‎વચ્ચે ઝઘડો શરૂ થયો‎હતો. મામાના પુત્ર‎યોગેશે જ વિકાસના‎ગળામાં કાતર ઘોપી‎દીધી હોવાનું અનુમાન‎છે. યોગેશ માનસિક‎રીતે અસ્વસ્થ હોવાની‎વાતો વહેતી થઈ છે ત્યારે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story