Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: લખતરમાં કેનાલનું પાણી લીક થતા ખેતરોમાં ફરી વળ્યુ, ઉભા પાકને નુકશાન થતા ધરતીપુત્રોમાં રોષ

લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે માલેદ તરફથી પસાર થતી ડી-5 માઈનોર કેનાલમાં કેનાલની અંદર ઉગી ગયેલી જાળી સાથે ગટરના ગંદા પાણી સાથે કેનાલમાંથી પાણી લીકેજ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.કેનાલમાંથી નીકળતું પાણી રસ્તાની બાજુના ખેતરો તરફ વાળવામાં આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.ખેડૂતોને ડર છે કે ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થશે. અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્રના અધિકારીઓને અનેક વખત ફરિયાદ કરી છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.ત્યારે કેનાલ લીકેજના કારણે 100 વીઘા જેટલું પાણી ખેતરમાં ફરી વળ્યું છે.જેથી નર્મદા વિભાગે તાત્કાલિક રીપેરીંગની કામગીરી હાથ ધરવી જોઈએ. લીકેજ કેનાલને પુનઃસ્થાપિત કરી તેની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Next Story