Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : "રાણો રાણાની રીતે" ફેમ દેવાયત ખાવડની તસવીર સળગાવી ક્ષત્રિય સમાજે નોંધાવ્યો ઉગ્ર વિરોધ...

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખાવડની તસવીરને સળગાવી લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખાવડની તસવીરને સળગાવી લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટ ખાતે દિનદહાડે ક્ષત્રિય સમાજના મૂળ સુરેન્દ્રનગરના કોંઢ ગામના યુવકને લાકડી વડે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખાવડ સહિત અન્ય એક યુવાને બેરહેમી પૂર્વક જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ CCTV ફૂટેજના આધારે રાજકોટમાં દેવાયત ખાવડ સહિત અન્ય એક યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય હતી. જોકે, ફરિયાદ નોંધાયા બાદ દેવાયત ખાવડ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ પોલીસ પકડથી દૂર છે, ત્યારે યુવક પર હુમલાના વિરોધમાં એંજાર અને કોંઢ ગામના ક્ષત્રિય સમાજ દ્વારા દેવાયત ખાવડની તસવીરને જાહેરમાં સળગાવી ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો.

આ સાથે જ ધ્રાંગધ્રા તાલુકામાં કોઈપણ સ્થળે દેવાયત ખાવડનો કાર્યક્રમ નહીં કરવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી છે, ત્યારે હાલ તો હુમલો કરનાર લોક કલાકાર દેવાયત ખાવડને પોલીસ દ્વારા વહેલી તકે ઝડપી લેવામાં આવે તેવી ક્ષત્રિય સમાજે માંગ કરી છે.

Next Story