સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં ક્ષત્રીય સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
તાજેતરમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા પ્રચાર દરમિયાન અનુ. જાતિના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અપમાનજક નિવેદનનો ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ૮૦ ફૂટ રોડ પર આવેલ ક્ષત્રિય સમાજની વાડી ખાતે જીલ્લા ક્ષત્રિય સમાજનુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પુરૂષોત્તમ રૂપાલાએ અપમાનજનક નિવેદન અંગે માફી માંગવા છતાં આગળના વિરોધ કાર્યક્રમો અંગે તેમજ પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓને વિરોધ કરવા બદલ પરેશાન કરવા સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર ખાતે પુતળાનું દહન કરવા મામલે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના ૧૦ વ્યક્તિ સામે કરેલ ફરિયાદનો પણ આકરા શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો.