સુરેન્દ્રનગર : થાનગઢમાં ગેરકાયદેસર ખનીજ ચોરી પર ખાણ ખનીજ વિભાગ-પોલીસના દરોડા

થાનગઢ ખાતે આવેલ ભલુડો વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી થતી હતી. જેના પર સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગ અને લીંબડી ડીવાયએસપી ટીમે દરોડા પાડ્યા હતા.

New Update

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે આવેલ ભલુડો વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી થતી હતી. જેના પર સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગ અને લીંબડી ડીવાયએસપી ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાંથી 15થી વધુ ટ્રેક્ટર, 10થી વધુ ચરખી અને લાખથી વધુ કોલસ સહિતનો કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. થાનગઢમાં અનેક પ્રકારના વિવિધ ખનીજો મળી આવતા હોવાથી ભૂમાફિયાઓ ગેરકાયદે ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોય છે.

ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા ગેરકાયદે ખાડા પર કાર્યવાહી કરી બુરવામાં આવ્યા હતા. પરંતુ તંત્રની મીઠી નજર હેઠળ ફરી આ ખાડાઓ ધમધમતા થયા છે. ત્યારે થાનગઢ ભલુડો વિસ્તારની અંદર કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે થાનગઢ પોલીસ સ્ટેશન અને મામલતદાર ખાતાને અંધારામાં રાખીને મોડી સાંજે લીંબડી ડીવાઇસપી રબારી ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટ અને ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અંદર 15થી પણ વધારે ટ્રેક્ટર, 10થી પણ વધારે ચરખી લાખ કિલોથી પણ વધારે કોલસો પકડી પડાયો હતો. આમ અચાનક દરોડાથી થાનગઢ કોલસા માફિયામાં અચાનક જ દરોડો પડતા ભાગદોડ મચી હતી. 

Read the Next Article

જૂનાગઢ : ગિરનારના અતિ પ્રાચીન અને પૌરાણિક સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરે જળ અને દુધાભીષેકથી શિવજીને રિઝવતા ભક્તો

ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન ભવનાથ મંદિરે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાદાના દર્શન કરીને ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો..

New Update
  • ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તો બન્યા શિવમય

  • પૌરાણિક સ્વયંભૂ ભવનાથમાં ઉમટ્યા ભક્તો

  • શ્રાવણમાં છલકાયો શિવ ભક્તિનો સાગર

  • જળ અને દુધાભીષેકથી શિવને રિઝવાતા ભક્તો

  • ભજન,ભોજન અને ભક્તિનો સર્જાયો ત્રિવેણી સંગમ

જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં આવેલું અતિ પ્રાચીન તેમજ પૌરાણિક સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા,અને શિવજીને જળ તેમજ દુધાભીષેક કરીને થયો દૂધ નો અભિષેક

જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે,ત્યારે ખાસ પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે જ ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આ પવિત્ર માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,તેમજ મંદિરના મહંત દ્વારા પૂજા આરતી,દૂધનો અભિષેક તેમજ શિવજીને બીલીપત્ર અર્પણ કરીને દાદાની ભક્તિમાં લીન બન્યા હતા.

ખાસ કરીને ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી આ સ્વયંભૂ શિવલિંગના દર્શન માટે ભક્તો  આવતા હોય છે.ત્યારે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન ભવનાથ મંદિરે આ પવિત્ર માસ નિમિત્તે દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.