સુરેન્દ્રનગર : ધન તેરસ નિમિત્તે ધ્રાંગધ્રાના મહાલક્ષ્મી મંદિરે સોના-ચાંદીના આભૂષણો સહિત ચલણી નોટો દિવ્ય શણગાર કરાયો…

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી મંદિરે આજે ધન તેરસ નિમિત્તે સોના-ચાંદીના આભૂષણો સહિત ચલણી નોટો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

New Update

ધ્રાંગધ્રાના મહાલક્ષ્મી મંદિરે ધન તેરસનો દિવ્ય શણગાર

રૂ. 2 લાખની ચલણી નોટ સહિત આભૂષણોનો શણગાર

ધન તેરસ નિમિત્તે વિશેષ મહાપુજનનું આયોજન કરાયું

વહેલી સવારથી દર્શન માટે દર્શનાર્થીઓની કતાર લાગી

દિવ્ય શણગારના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી મંદિરે આજે ધન તેરસ નિમિત્તે સોના-ચાંદીના આભૂષણો સહિત ચલણી નોટો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આજે ધનતેરસ છેત્યારે આજના દિવસે લોકો લક્ષ્મીજીનું પૂજન કરતા હોય છે. લોકો પણ એવું ઈચ્છતા હોય છે કેમહાલક્ષ્મીજી માતાજી પોતાના ઉપર સદા વરસતા રહેત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિરે છેલ્લા 100 વર્ષથી દર વર્ષે ધન તેરસ નિમિત્તે ચલણી નોટો તેમજ સોના-ચાંદીના આભૂષણો દ્વારા માતાજીને દિવ્ય શણગાર કરવામાં આવે છેત્યારે ધન તેરસના પાવન અવસરે 2 લાખથી વધુની ચલણી નોટો તેમજ આભૂષણોનો શણગાર કરવામાં અવ્યો હતો. જેના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતાર લાગી હતી. આજના દિવસે લોકો ઉપર માઁ લક્ષ્મીજીની કૃપા વરસતી રહે તે માટે લોકોએ પ્રાર્થના માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

#Gujarat #Surendranagar #Worship #celebration #Dhanteras #Maa Lakshmi #Blessings Of Maa Lakshmi
Here are a few more articles:
Read the Next Article