સુરેન્દ્રનગર : કતલખાને લઇ જવાતા 3 ગૌવંશને પાટડી પોલીસ અને બજરંગ દળના કાર્યકરોએ મુક્ત કરાવ્યા...

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ અને બજરંગ દળની ટીમ દ્વારા ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ગૌવંશ તસ્કરો પાસેથી 3 ગૌવંશને બચાવ્યા હતા.

New Update
સુરેન્દ્રનગર : કતલખાને લઇ જવાતા 3 ગૌવંશને પાટડી પોલીસ અને બજરંગ દળના કાર્યકરોએ મુક્ત કરાવ્યા...

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ અને બજરંગ દળની ટીમ દ્વારા ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ગૌવંશ તસ્કરો પાસેથી 3 ગૌવંશને બચાવ્યા હતા. જેમાં પાટડી પોલીસ અને બજરંગ દળના કાર્યકરોએ પીછો કરતા તસ્કરો ગાડી મુકીને ભાગ્યા હતા. પાટડી પોલીસે અજાણ્યા તસ્કરોની ગેંગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, પાટડીથી ગૌવંશ ભરેલી ગાડી નીકળનારી છે, તેવી બાતમી મળતા બાતમીના આધારે પાટડી પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વોચ ગોઠવી હતી. તે દરમ્યાન શંકાસ્પદ હાલતમાં કાળા કલરની ફોર્ડ ફિગો ગાડી નીકળતા તેને રોકાવા માટે તજવીજ કરી હતી. પરંતુ ગાડીમાં ગૌવંશ ભરેલા હોય જેથી તસ્કરો દ્વારા ગાડી ઉભી રાખી નહોંતી અને ગાડી ભગાડી મુકી હતી. જેથી બજરંગ દળના કાર્યકર્તાઓ તથા પાટડી પોલીસ ટીમ તથા પી.એસ.આઈ ઝેડ.એલ.ઓડેદરા દ્વારા પોતાની પર્સનલ કારથી આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા તસ્કરો દ્વારા ગાડી ઘાસપુર તરફ ભગાડી મુકી હતી. જેથી ઘાસપુર થઈ અને ઝુંડ ગામમાંથી ગોરૈયા ગામની ફાટક બાજુ તસ્કરો દ્વારા ભાગવાની કોઈ જગ્યા ન મળતા તસ્કરો ગાડી મૂકીને રાત્રીના અંધારાનો લાભ લઇ ખેતર તરફ ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા ફોર્ડ ફિગો ગાડીને કબ્જામાં લઇ પાટડી પોલીસ મથકે લાવી તપાસ કરતા ગાડીમાં ભરેલી 3 ગૌવંશને મુક્ત કરાવ્યા હતા. જેમાં નવરંગપુરાના યુવાન ચિંતન મહેતા તથા સાવન કટારીયા દ્વારા ગૌવંશ તસ્કરોને પકડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. પાટડી બજરંગ દળના જિલ્લા પ્રમુખ આકાશ પંચાલ દ્વારા ગૌવંશ તસ્કર વિરૃદ્ધ પાટડી પોલીસ મથકે ગુન્હો નોંધાવતા પાટડી પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુન્હો નોંધી નાસી છુટેલી ગેંગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરાએ હાથ ધરી છે.

Latest Stories