સુરેન્દ્રનગર : આર્મીમેન પ્રેમીની પ્રેમિકા યુવતીની હત્યાની ઘટનામાં ફરાર યુવકના હત્યારા પિતાની ધરપકડ કરતી પોલીસ

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામે નોકરી પર જતી યુવતીની જાહેરમાં છરીના ઘા મારી હત્યાની ઘટના બની હતી,જે ચકચારભર્યા બનાવમાં પોલીસે આર્મીમેન પ્રેમી યુવકના પિતાની ધરપકડ કરી હતી.

New Update
  • નોકરી પર જતી યુવતીની હત્યાનો મામલો

  • આર્મીમેન પ્રેમી યુવકના પિતાએ કરી હતી હત્યા

  • ઘટના બાદ ફરાર હતો હત્યાનો આરોપી

  • પોલીસે કરી આરોપીની ધરપકડ

  • પોલીસે ઘટનામાં વધુ તપાસ શરૂ કરી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામે નોકરી પર જતી યુવતીની જાહેરમાં છરીના ઘા મારી હત્યાની ઘટના બની હતી,જે ચકચારભર્યા બનાવમાં પોલીસે આર્મીમેન પ્રેમી યુવકના પિતાની ધરપકડ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામે તારીખ 15મી નવેમ્બરના રોજ હેતલ નામની યુવતી કારખાને નોકરી પર જતી હતી.તે દરમિયાન સવારના સમયે ગામની શાળા પાસે તેની પર છરીના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી હત્યારો ફરાર થયો હતો. આ ઘટનામાં મૃતક યુવતીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ તેમની પુત્રીના આર્મીમેન પ્રેમીના પિતા પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.જેમાં આર્મીમેન પ્રેમી યુવક સાથે યુવતીએ મૈત્રી કરાર કર્યા હતા,અને યુવતી ત્રણ વર્ષના બાળકની માતા પણ હતી.યુવતીની હત્યા બાદ આર્મીમેન પ્રેમી યુવકના ફરાર પિતાની પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસે આરોપી યુવકના પિતા ભચુભાઇની ધરપકડ કરીને ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલ છરી પણ કબજે કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Latest Stories