સુરેન્દ્રનગર :પિતા પુત્ર એન્કાઉન્ટરમાં PSI સહિત 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસબેડામાં ચકચાર

ધ્રાંગધ્રા કોર્ટના આદેશના આધારે હવે બજાણા પોલીસ સ્ટેશનમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

New Update
aa
  • ચાર વર્ષ પહેલા બન્યો હતો એન્કાઉન્ટરનો બનાવ

  • પિતાપુત્રનું પોલીસ ફાયરિંગમાં થયું હતું મોત

  • પરિવારે વ્યક્ત કરી હતી એન્કાઉન્ટરની શંકા

  • પોલીસ સામે FIR નોંધવા માટે કોર્ટે કર્યો હુકમ

  • PSI સહિત 7 પોલીસકર્મી સામે નોંધાઈ ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લાના ગેડિયામાં ચાર વર્ષ પહેલા થયેલા પિતા-પુત્રના એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક આવ્યો છે.ધ્રાંગધ્રા કોર્ટના આદેશના આધારે હવે બજાણા પોલીસ સ્ટેશનમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલામાં પરિવારજનોએ શરૂઆતથી જ આ એન્કાઉન્ટરને નકલી ગણાવતા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.કોર્ટના આદેશ બાદ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેડિયામાં રહેતા હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદિનખાનનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. પોલીસના દાવા મુજબહનીફખાન સામે કુલ 86 ગુના નોંધાયેલા હતા,અને તેમાંથી 59 ગુનાઓમાં તે વોન્ટેડ હતો. આરોપીને ઝડપી લેવાના પોલીસના પ્રયાસ દરમિયાન તેણે પોલીસ પર હુમલો કર્યો હોવાના દાવા સાથે પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતુંજેના પગલે પિતા અને પુત્રનું મોત થયું હતું.

આ ઘટના સમયે PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ હતા. જોકેમૃતકોના પરિવારજનો એન્કાઉન્ટર નકલી ગણાવી રહ્યા હતા.તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર  કર્યો હતો અને સમગ્ર કેસમાં ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી હતી.

ઘટનાના ચાર વર્ષ બાદ ધ્રાંગધ્રા કોર્ટના સ્પષ્ટ આદેશ બાદ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. હવે PSI સહિત તમામ પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં આરોપીઓમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા,દિગ્વિજયસિંહ,રાજેશ સવજીભાઈકિરીટ ગણેશભાઈ,પ્રહલાદ પ્રભુભાઈ,શૈલેશ પહલાદભાઈ,ગોવિંદભાઈ સામે ગુનો નોંધાયો છે.

આ કેસમાં ગેડીયા ગામે મરણ જનાર હનીફખાનની દીકરીએ હાઈકોર્ટમાં ફેક એન્કાઉન્ટર હોવાની સાથે પોલીસ વિરુદ્ધ મર્ડરનો ગુન્હો નોંધવા અપીલ કરી હતી. જેના આધારે નામદાર કોર્ટે હુકમ કરતા આ ફરિયાદ નોંધાઈ છે.ગેડીયાની મહિલાએ પોતાના પતિ અને પુત્રનું એન્કાઉન્ટર કરવાની પોલીસે ધમકી આપ્યાની બનાવના પહેલા જ અરજી કરી હતી.જે મહત્વની પુરવાર થઇ હતી. નામદાર કોર્ટના હુકમ બાદ પોલીસ દ્વારા રીવીઝન અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જે પણ કોર્ટે ફગાવી દેવાની સાથે પીઆઇને ફરિયાદ ન નોંધવા બદલ શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

Latest Stories