-
વઢવાણમાં ગેરકાયદેસર ખનીજ વહન પર તવાઈ
-
પ્રાંતઅધિકારી દ્વારા કરવામાં આવી કાર્યવાહી
-
બે દિવસમાં 13 ડમ્પર કરવામાં આવ્યા જપ્ત
-
એક મહિનામાં 15 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
-
તંત્રની કાર્યવાહીને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા વાહનો સામે પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં એક મહિનામાં 13 કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી,જેના કારણે પ્રાંતઅધિકારી દ્વારા ખનીજ વહન કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી હતી.અને કલેકટરની સૂચનાથી છેલ્લા એક માસમાં 35 જેટલા ડમ્પર,બે ઇટાચી મશીન સહિત કુલ રૂપિયા 15 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.વધુમાં બે દિવસની અંદર 13 જેટલા ખનીજ વહન કરતા ડમ્પર પણ ઝડપી પાડવામાં આવ્યા છે.પ્રાંત અધિકારી દ્વારા ખનીજ વહન કરતા તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીને પગલે ફફડાટ વ્યાપી ગયો છે.